બોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજે

  બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ સાકરીયા, પીએસઆઈ એમ પી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂૂરલ પોલીસની ટીમ લાઠીદડ ગામે 66 કે.વી…

 

બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ સાકરીયા, પીએસઆઈ એમ પી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂૂરલ પોલીસની ટીમ લાઠીદડ ગામે 66 કે.વી સબ સ્ટેશન પાછળ આવેલ પડતર જમીન પાસે તપાસ કરતા એક બોલેરો પીકઅપ ઉભી હતી. જેથી પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાં બેરલમાં જ્વલનશીલ બાયો ડીઝલ જેવા પ્રવાહીનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી પીકપ ગાડી સાથે રહેલ આરીફભાઈ ઉમરભાઈ મીર અને જાવેદભાઈ ઉમરભાઈ મીર જેઓ ખેડા જિલ્લાના રતનપુર ગામના પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું તેમજ 2400 લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ગેરકાયદે હોવાનું સામે આવતામ રૂૂરલ પોલીસે પીકપ ગાડી તેમજ બેરલમાં રહેલા બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી કુલ રૂૂપિયા 3 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ બંને શખ્સોની અટકાયત વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *