ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે શહેરના સેક્ટર 2ના પ્લોટ નં. 19માં આવેલા આરતી કોમ્પલેક્ષ ઈમારતના પ્રથમ માળે દરોડો પાડીને મકાન નં. 4માં ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં આરોપી અઝીમ ઉદીન રફીકઉદીન લશકર (ઉ.વ.37) (રહે. દરોડા સ્થળેજ, મુળ થાના, આસામ) ને અલગ અલગ નળીઓ સાથે તૈયાર 7 હુક્કા, 5 નળીઓ, 24 સ્મોકીંગ પેકેટ, 6 અલ્ફાજ લવ પેકેટ, શીશી ફ્લેવરના પેકેટ, કોલસાના બે પેકેટ, લોખંડની સગડી, ઝારો અને ચીપીયો સહિત કુલ 20 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.
