પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાને રૂૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની હતી. જે મામલે મહિલાના પતિ દ્વારા સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ પાટડી પોલીસ મથકમાં પણ લેખિત રજૂઆત કરી છે.
પાટડી જમાદારવાસમાં રહેતા પ્રતીકકુમાર ઠક્કરના પત્નિ અને પાટડી નગરપાલિકાના વોર્ડ નં-3ના મહિલા કોર્પોરેટર શ્વેતાબેન પ્રતીકકુમાર ઠક્કર પાટડી પાસે આવેલા માવસરની જગ્યાએ દર્શન કરવા ગયા હતા.
ત્યારે કોઈ અજાણ્યા નંબરમાંથી એમને ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, તમારી એલઆઇસીની એક પોલિસી પાકી ગઈ છે. એનું પેમેન્ટ તમારા ખાતામાં કરાવું છું, એમ કહી સામેવાળી વ્યક્તિએ રૂૂ. 10 મહિલાના ખાતામાં પેમેન્ટ જમા કરાવતા એનો ટેક્સ મેસેજ આવ્યો હતો. બાદમાં સામેવાળી વ્યક્તિએ ફરી રૂૂ. 10,000 અને બાદમાં રૂૂ. 30,000 જમા કરાવ્યાનો મહિલાને ટેક્સ મેસેજ આવ્યો હતો. બાદમાં એ ભાઈનો મહિલા ઉપર ફોન આવ્યો હતો. જેમાં એણે કહ્યું હતું કે, તમારા ખાતામાં મારાથી ભૂલથી રૂૂ. 27,000 જમા થઇ ગયા છે. તો મને પાછા ફોન પેથી જમા કરાવોને. એમ ખેલાડી મહિલા શ્વેતાબેને પોતાના ખાતામાં બેલેન્સ ચેક કર્યા વિના સામેવાળા ભાઈને પોતાના ખાતામાંથી રૂૂ. 27,000 ફોન પેથી મોકલી આપ્યા હતા.
બાદમાં પાટડીના શ્વેતાબેનને શક જતા એમણે પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરતા ખાતામાં કોઈ જ રકમ જમા ન થવાની સાથે એમના ખાતામાંથી રૂૂ. 27,000 કપાઈ જતા એમણે પોતાના પતિ પ્રતીકકુમારને આ વાત કરતા એમને સાયબર ફ્રોડનો શિકાર બન્યાનું લાગતા એમણે સંપૂર્ણ વિગત સાથે આ અંગે સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સાથે પાટડી પોલીસ મથકમાં પણ લેખિત રજૂઆત કરતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.
