સતત ફ્લોપ જતા વિરાટે મગજ પર કાબુ ગુમાવ્યો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 અત્યાર સુધી વિરાટ કોહલી માટે સારી રહી નથી. તેણે પર્થમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારથી કોહલીનું બેટ શાંત છે. એક તરફ કોહલી બેટથી ફ્લોપ થઈ રહ્યો હતો અને આ દરમિયાન તેની ટક્કર ઓસ્ટ્રેલિયાના યુવા ઓપનર સેમ કોન્સ્ટાસ સાથે થઈ હતી. આ ટક્કર બાદ કોહલી ઓસ્ટ્રેલિયન ભીડના નિશાના પર છે.હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયાની ભીડ કોહલીને ચીડવી રહી છે અને પછી તે ગુસ્સે થઈ ગયો.
આ ઘટના મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગ અને ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન બની હતી, જ્યારે વિરાટ કોહલી આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો. કોહલી જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ભીડે તેને ચીડવ્યો, જેના પછી તે ગુસ્સે થઈ ગયો. ગુસ્સો એવો હતો કે કોહલી ભીડનો સામનો કરવા તૈયાર થઈ ગયો.
વિડિયોમાં જોઈ શકાય છે કે ભીડ ભારતીય બેટ્સમેનને બૂથ કરી રહી હતી. આ દરમિયાન ભીડમાં હાજર ઘણા લોકો કોહલીને કંઈક એવું કહે છે, જે તેમને ગમતું નથી. ભીડની વાત સાંભળ્યા પછી, કોહલી અડધા રસ્તેથી પેવેલિયનમાં પાછો આવે છે અને તે જોવાનું શરૂૂ કરે છે કે ભીડમાંથી કોણ શું બોલે છે. કોહલીને બહાર આવતો જોઈને એક વ્યક્તિ તેને પાછો અંદર લઈ જાય છે.