શહેરના સદરબજારમાં રહેતા ઉતરાખંડના યુવાને પરિવાર લગ્ન પ્રસંગ અર્થે વતનમાં ગયા બાદ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુળ ઉત્તરાખંડનો વતની અને હાલ પરિવાર સાથે સદરબજારમાં રહેતો મહમદ નદીમ અહમદ અસ્લમ (ઉ.વ.32) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનો ઉતરાખંડ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર : મુકેશ રાઠોડ)
સદર બજારમાં રહેતા ઉતરાખંડના યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરના સદરબજારમાં રહેતા ઉતરાખંડના યુવાને પરિવાર લગ્ન પ્રસંગ અર્થે વતનમાં ગયા બાદ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ…
