રાજકોટ શહેરમા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ અનેકવાર જાહેરમા મારામારી તેમજ સામાન્ય બાબતોમા હથીયાર કાઢી લેવા અંગેના વિડીયો સોશ્યલ મીડીયામા અનેકવાર વાઇરલ થાય છે. ત્યારે કોઠારીયા રોડ પર ગઇ તા. 12ના રોજ કોઠારીયા રોડ પર આવેલી શકિત હોટલ પર કોર્પોરેટર મકબુલ દાઉદાણીના ભત્રીજા અકરમ દાઉદાણીએ નજીવી બાબતે માથાકુટ કરી હોટલ પર તોડફોડ કરી હતી.
આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ. એમ. સરવૈયા સહીતના સ્ટાફે આરોપીને તુરંત પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ અને આરોપીએ ઘટના બદલ હવે ફરી આવી ઘટના નહીં બને તેવી માફી માંગી હતી. ત્યારે ફરી વખત અકરમે બુકાની બાંધી હોટલ પર પહોંચી મોડી રાત્રે ટેબલ રસ્તા પર ફેંકી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ ઘટનામા હવે ભકિતનગર પોલીસ આરોપીને પકડી વરઘોડો કાઢશે તેમ પીઆઇએ જણાવ્યુ હતુ.
