રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદન બાદ જ્યાં તેમણે મંદિર-મસ્જિદ વિવાદને વારંવાર ઉઠાવવા અંગે અસંમતિ વ્યક્ત કરી હતી, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ તેની પ્રતિક્રિયા આપી છે.
વીએચપીના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે મોહન ભાગવત સાચા હતા, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રામ જન્મભૂમિ આંદોલન પછી ટઇંઙએ અન્ય કોઈ મંદિરને લઈને કોઈ મોટું આંદોલન કર્યું નથી.
સુરેન્દ્ર જૈને ધ્યાન દોર્યું કે 1984માં વીએચપીએ અયોધ્યા, કાશી અને મથુરામાં માત્ર ત્રણ મંદિરો- રામજન્મભૂમિ પર ફરીથી દાવો કરવાનું વચન આપ્યું હતું. અમે રામ જન્મભૂમિ માટે લાંબી કાયદાકીય અને સામાજિક લડાઈ લડી હતી, પરંતુ ત્યારથી અમે અન્ય કોઈ મંદિર માટે આંદોલન નથી કરી રહ્યા, તેમણે કહ્યું. વીએચપીએ પણ પુનરોચ્ચાર કર્યો કે મંદિરોના વિનાશનો ઇતિહાસ આપણા માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
એક ઉદાહરણ આપતા જૈને કહ્યું કે સંભલના મંદિરો 1978માં બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાને કોઈ ધાર્મિક સંસ્થાએ નહીં પરંતુ ખુદ પ્રશાસન દ્વારા લેવામાં આવી હતી. ઉપરાંત, તેમણે મથુરા અને કાશીમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને મુસ્લિમ નેતાઓને આક્રમણકારોની ભૂમિકા સ્વીકારવા વિનંતી કરી.
મોહન ભાગવતના નિવેદનને સમર્થન આપતા, વીએચપીએ પણ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ હિંદુઓની આસ્થાનો મુદ્દો છે, અને તે સમગ્ર ભારતીય સમાજનો મુદ્દો છે અને માત્ર કોઈ વિશેષ ધાર્મિક સંગઠનનો જ નહીં. ભાગવતે તેમના પ્રવચનમાં એમ પણ કહ્યું કે આપણે નફરત કે દુશ્મનીને પ્રોત્સાહન આપવાથી બચવાની જરૂૂર છે અને દરેકે સંસ્કૃતિ હેઠળ એક થવું જોઈએ.
વીએચપીએ સ્પષ્ટ કર્યું કે સંગઠને ક્યારેય વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવવાનું કામ કર્યું નથી, બલ્કે સમાજમાં આ મુદ્દાઓ પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે.
