મોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશે

ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં 200 કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ…

ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં 200 કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ અને કાઉન્સિલરો ઓળવી ગયા તોય ઓડકાર ન ખાધો હવે નગરપાલિકાની તિજોરી તળ્યા ઝાટક થઈ ગઈ છે. 25 કરોડથી વધુનું લાઈટ બીલ બાકી છે જેથી લોકો પાસે ઉઘાડી લૂંટ કરવા પ્રજાને અંધારામાં રાખી એક ઠરાવ કર્યો છે જેમાં 30 દિવસમાં વાંધા સૂચન મંગાવ્યા હતા પણ આ ઠરાવ લોકોના ધ્યાન માં ન આવે એનું બહુ ધ્યાન રાખ્યું હતું અને આ ઠરાવના સૂચન લેવાના હવે ફક્ત એક દિવસ બાકી છે.

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપ વાળા અને. વહીવટદાર ખાચર દ્વારા તા 21/11/2024 ના રોજ ઠરાવ નં 2652 થી આખા ગુજરાત માં સૌપ્રથમ વાહનકર દાખલ કરવા ઠરાવ કર્યો છે જેમાં હવેથી નવા ખરીદી કરેલ વાહન અને વેચાણ દરમ્યાન ટુ વ્હીલ, થ્રી વ્હીલ અંને ફોર વ્હીલ પાસે તેની શો રૂૂમ કિંમત પર 5 થી 7% નગરપાલિકા વાહનકર વસુલશે જેમાં બે વ્હીલ પાસે મૂળ કિંમત ઉપર 4% , થ્રી વ્હીલ પાસે 5% અને ફોર વ્હીલ વાહનો માટે તેની મૂળ શો રૂૂમ કિંમત 1 લાખ થી 7 લાખ સુધી હોઈ તેને 5% લેખે અને શો રૂૂમ કિંમત 15 લાખ થી વધુ હોઈ તેને 7% લેખે દોઢ લાખ થી વધુ નો વાહનકર ભરવો પડશે.

નગરપાલિકા નો આ વાહનકર ભર્યા પછી તેની પહોંચ જમાં કરાવ્યા બાદ જ નંબર પ્લેટ મળશે, નગર પાલિકા આ વાહનકર લોકો ને સારા રસ્તા પાર્કિંગ કે ટ્રાફિક નિવારણ માટે ઉઘરાવે છે કે ભ્રષ્ટાચાર નો ખાડો પૂરવા ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *