દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તત્વો દ્વારા કરાતા અનધિકૃત દબાણને દૂર કરવાની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર બની રહી છે. ત્યારે અગાઉના વર્ષોમાં પવિત્ર ધર્મસ્થાન બેટ દ્વારકા તેમજ હર્ષદ બંદર વિસ્તારમાં કરાયેલા અનધિકૃત દબાણને દૂર કરવા માટે પોલીસ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરીને લાખો ફૂટની કિંમતી સરકારી જગ્યા પર ફેરવવામાં આવ્યું હતું છે. આ કાર્યવાહીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવામાં આવી હતી.
આ પછી તાજેતરમાં ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરની નજીકમાં કિંમતી જમીન પર વિધર્મીઓ દ્વારા બોગસ દસ્તાવેજના આધારે કરવામાં આવેલા દબાણ તેમજ આ જગ્યાને વાળી લઈ, રસ્તો બંધ કરવાની બાબત સંદર્ભે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહિલા સહિત પાંચ આસામીઓ સામે વિધિવત રીતે ગુનો નોંધી, આરોપીઓની ધરપકડ કરાયા બાદ મંદિર નજીકનું દબાણ ખુલ્લુ કરવા સહિતની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવેલી કામગીરીની ગૃહમંત્રીએ પણ નોંધ લઈ, અને સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
ખંભાળિયા શહેરમાં મંદિર નજીક કરાયેલા અતિક્રમણને દૂર કરવાની પોલીસ કાર્યવાહીની સાર્વત્રિક પ્રશંસા
