પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ છેલ્લા ચાર મહિનાથી બંધ, ગ્રાહકોમાં રોષ

પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે…

પ્રજાના હજારો કરોડ રૂપિયાનું સ્માર્ટનેસ પાછળ આંધણ, શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે તપાસની માંગ ઊઠી

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોને લઈને ઉભા થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. તાજેતરમા મીટર લગાવવાની ઝુંબેશમાં મોટો ઘુમરાટ સર્જાયો છે. છેલ્લા ચાર મહિનાથી સ્માર્ટ મીટરને નિયંત્રિત કરતી એપ બંધ થઈ ગઈ છે. આ એપ દ્વારા વીજ વપરાશનું નિરીક્ષણ અને સંચાલન કરવામાં આવતું હતું. એપ બંધ થવાથી સ્માર્ટ મીટરની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. સ્માર્ટ મીટરની કામગીરીમાં ખામી હોવાની વાતો પણ સામે આવી રહી છે. શું આ સ્માર્ટ મીટરની ધાંધલી છે? શું આના પાછળ કોઈ મોટું કૌભાંડ છે? આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે તપાસની માંગ ઉઠી છે.

સૂત્રો તરફની જાણકારી અનુસાર પીજીવીસીએલ દ્વારા જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂૂ કરવામાં આવ્યું છે ત્યારથી તેનો સ્માર્ટ મીટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જામનગરમાં દરરોજ 90 જેટલા સામાન્ય વીજ મીટર લગાવવામાં આવે છે. શરૂૂઆત માં જ્યારે સ્માર્ટ મીટર એપ કાર્યરત થઈ ત્યારે જામનગર શહેરમાં સામાન્ય જનતાના ઘરોમાં દરરોજ 20થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હતા, પરંતુ હવે ભાગ્યે જ સરકારી સંસ્થાઓ અને સરકારી ઘરોમાં દરરોજ 4 સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી પીજીવીસીએલ અને તેના દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

રાજકોટ અને જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધના અવાજો પણ બુલંદ કરવામાં આવ્યા છે. પરંતુ જે એપ પર સ્માર્ટ મીટર નું તમામ કામ ચાલતું હતું, જે એપ દ્વારા સ્માર્ટ મીટરનું રિયલ ટાઈમ ડેટા લઈ ને સંચાલન થતું હતું, તે એપ ઘણા સમયથી બંધ છે.વાસ્તવમાં, પીજીવીસીએલની સ્માર્ટ એપ કે જે રોજીંદા વીજ વપરાશને ટ્રેક કરતી હતી, આ એપ ઉપરથી અપડેટ થતી હોવાનું કહીને લગભગ ચાર મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. હવે વિચારવા જેવી વાત એ છે કે શું કોઈ એપ કે વેબસા ઈટને અપડેટ થવામાં 4 મહિના જેટલો સમય લાગે છે! સામાન્ય રીતે તો નહીં !સૂત્રોનું માનીએ તો પીજીવીસીએલ દ્વારા જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂૂ કરવામાં આવ્યું છે ત્યારથી તેનોવિરોધ વધી રહ્યો છે. તેને જોતા એપના નામે સામાન્ય લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.એટલે કે નો લાગે સ્માર્ટ મીટર અને ન થાય વિરોધ.

આ એપ બંધ કરવા પાછળનું સાચું કારણ પીજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ જાણે છે, પરંતુ તેઓ સામાન્ય જનતાને સત્ય જણાવવા માંગતા નથી.પીજીવીસીએલની સ્માર્ટ મેનેજમેન્ટ એપ બંધ થવાને કારણે સામાન્ય લોકોના ઘરે જ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ થઈ ગયું છે. આ સ્માર્ટ મીટર હજુ પણ સરકારી કચેરીઓ,સરકારી કવાટર્સ અને નેતાઓના સરકારી ઘરોમાં લગાવવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે સ્માર્ટ મીટર એવા લોકો માટે લગાવવામાં આવી રહ્યા છે જેમને મીટર ઝડપથી ચાલે તેનાથી ફર્ક પડતો નથી. તેમજ જેમના ઘરમાં સોલાર સિસ્ટમ લગાવેલી છે તેમના માટે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે, તેથી એપ વગર પણ તેમના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ હા, આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ એપનો ઉપયોગ તેના દૈનિક વપરાશના ડેટાને ચેક કરવા માટે કરવામાં આવી રહ્યો નથી. મતલબ કે, આ સ્માર્ટ મીટર એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તેનો દૈનિક વપરાશ ભગવાનના હાથમાં છે અને તે જ તેનું સંચાલન કરશે.


પીજીવીસીએલના સ્માર્ટ મીટર એપને જે રીતે ચાર મહિનાથી એક બાજુએ રાખવામાં આવી છે તે આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આ એપ સ્માર્ટ મીટરનાં નામ ઉપર થતી સમસ્યાઓનું સાચું કારણ તો નથીને, જે હવે અપડેટના નામે ચુપચાપ બંધ કરવામાં આવી છે.પીજીવીસીએલ દ્વારા જે ઉત્સાહ સાથે સામાન્ય જનતાના ઘરે જઈને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો, તે સ્પષ્ટ થયું હતું કે આમાં કંઈક તો ખોટું છે. સ્માર્ટ મીટરની ટેક્નિકલ ખામી અને તેની ઝડપી કામગીરી પર જે રીતે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા હતા અને અચાનક અપગ્રેડેશનના નામે તેના રોજીંદા વપરાશની નોંધ લેતી અને તેનું સંચાલન કરતી એપ લગભગ બંધ થઈ ગઈ છે. આખી શંકા એ વાત પર છે કે દાળમાં કાળું નહોતું પણ આખી દાળ કાળી હતી. શું આ એપ સ્માર્ટ ની જગ્યાએ ઓવર સ્માર્ટ તો ન હતી ને ? આ એપ પોતે જ દાળ ન હતી ને, આ સૌથી મોટો પ્રશ્ન છે !

ગ્રાહકો મૂંઝવણમાં, બિલિંગ સિસ્ટમ અસ્તવ્યસ્ત
જામનગરમાં છેલ્લા ચાર મહિનાથી પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ બંધ હોવાથી ગ્રાહકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આ એપ બંધ થવાને કારણે ગ્રાહકોને તેમના વીજ વપરાશ અંગે કોઈ માહિતી મળી રહી નથી અને બિલ પણ નથી આવી રહ્યા. સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટની શરૂૂઆતમાં આ એપ દ્વારા રીઅલ ટાઇમમાં વીજ વપરાશનું નિરીક્ષણ કરવામાં આવતું હતું અને ગ્રાહકોને નિયમિત વપરાશ અંગે માહિતી એપ દ્વારા મળતી હતી. પરંતુ એપ બંધ થયા બાદ આ સમગ્ર સિસ્ટમ અસ્તવ્યસ્ત બની ગઈ હોવાની સૂત્રો ચર્ચાઓ કરી રહ્યા છે. ગ્રાહકોને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો એપ બંધ છે તો તેમનો વીજ વપરાશ કેવી રીતે નોંધાય છે અને બિલ કેવી રીતે જનરેટ થાય છે? કેટલાક ગ્રાહકોને તો છેલ્લા ચાર મહિનાથી બિલ પણ મળ્યું નથી. આ સમગ્ર મામલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પીજીવીસીએલના અધિકારીઓને આ અંગે જવાબદારી નિભાવવા માટે દબાણ કરી રહ્યા છે.આ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર એપને અપગ્રેડ કરવામાં આવી રહી છે અને આ કારણે તેને અસ્થાયી રૂૂપે બંધ કરવામાં આવી છે. જોકે, ગ્રાહકો આ જવાબથી સંતુષ્ટ નથી કારણ કે આ અપગ્રેડેશન પ્રક્રિયા છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી છે અને હજુ સુધી પૂર્ણ થઈ નથી. આ સમગ્ર મામલા પરથી એ સ્પષ્ટ થાય છે કે, પીજીવીસીએલ સ્માર્ટ મીટર પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે પૂરતી તૈયારી કર્યા વિના જ આ પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે. જેના કારણે ગ્રાહકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *