જિલ્લા એલસીબી અને ગ્રામ્ય પોલીસની ટીમો બનાવી વાંકાનેર નજીકથી બાળકોને હેમખેમ મુક્ત કર્યા
ટંકારા તાલુકાના કામના નેકનામ ગામની સીમમાંથી બે બાળકોના અપહરણ થયાની ફરિયાદના આધારે મોરબી એલસીબી, ટંકારા તથા વાંકાનેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વાંકાનેરના પુલ દરવાજા નજીકથી બાળકોના અપહરણ કરનાર મહિલાના કબ્જામાંથી બે બાળકોને હેમખેમ શોધી કાઢી બાળકોને મુક્ત કરાવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે સવારે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કાંતીભાઈ પટેલની વાડી ખાતેથી ફરિયાદી કેશરભાઇ જેઠાભાઇ બારીઆ (ઉ.વ. 23)ના સગીર વયના ત્રણ વર્ષિય બાળક હાર્દિક તથા દોઢ વર્ષિય વૈભવને વાડીની ઓરડી પાસેથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા બન્ને બાળકોનું અપહરણ કરી લઇ ગયા હોય, જે બાદ આ મામલે વાંકાનેર પોલીસ, મોરબી એલ.સી.બી તથા ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
સી.સી.ટી.વી ફૂટેજ તથા હ્યુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ, મીતાણા, વાલાસણ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરી વાંકાનેર શહેરના પુલ દરવાજા પાસેથી અપહરણ થનાર બંન્ને માસુમ બાળકોને હેમખેમ અપહરણ કરનાર મહિલા આરોપી સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી મહીલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
