દુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજી

મહિલાઓની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં ગાઈડલાઈન્સની માગ કરતી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં ઓનલાઈન પોર્નોગ્રાફી…

મહિલાઓની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં ગાઈડલાઈન્સની માગ કરતી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં ઓનલાઈન પોર્નોગ્રાફી પર પ્રતિબંધ અને દુષ્કર્મીઓને નપુંસક કરવાની માગ કરવામાં આવી હતી.


અરજદાર ઓટીટી પ્લેટફોર્મ્સ પર ઓનલાઈન પોર્નોગ્રાફી અને અનફિલ્ટર્ડ અશ્ર્લીલતા પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરીને એવો દાવો કર્યો હતો કે પોર્ન ઈઝી ઉપલબ્ધ હોવાથી બાળકોમાં જાતિ ગુનાઓ વધી રહ્યાં છે. કાર્યસ્થળોમાં ફરજિયાત સીસીટીવી સ્થાપિત કરવા, મહિલાઓના બળાત્કાર અને જાતીય સતામણીને લગતા તમામ કેસોની ફાસ્ટ ટ્રેક ટ્રાયલ અને નિર્દોષ હુકમ પસાર ન થાય ત્યાં સુધી ચૂંટણી લડતી મહિલાઓ સામેના ગુનાના આરોપી સાંસદો/ધારાસભ્યો પર પ્રતિબંધની માંગ કરાઈ હતી.


અગાઉ 3 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે માલિકો અને સ્થાનિક સત્તાવાળાઓને કાર્યસ્થળો પર જાતીય સતામણી નિવારણ (ઙઘજઇં) માર્ગદર્શિકાને સખત રીતે અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તમામ સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) માં આંતરિક ફરિયાદ સમિતિઓ (ઈંઈઈત) ની સ્થાપના કરવામાં આવે અને મહિલાઓને ફરિયાદો નોંધાવવામાં મદદ કરવા માટે જવયઇજ્ઞડ્ઢ પોર્ટલ સ્થાપિત કરવામાં આવે, જે ઈંઈઈને નિર્દેશિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *