સરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયો

જામનગર એસીબીએ છટકું ગોઠવી કલાર્કને રંગે હાથ ઝડપી લીધો રાજકોટમાં વધુ એક લાંચિયા સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયો છે.માર્ગ અને મકાન વિભાગના…

જામનગર એસીબીએ છટકું ગોઠવી કલાર્કને રંગે હાથ ઝડપી લીધો


રાજકોટમાં વધુ એક લાંચિયા સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયો છે.માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્કને એસીબીએ અરજદાર પાસેથી રૂૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો.જેમાં ક્લાર્ક દ્વારા સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ નથી તે માટેનું પ્રમાણપત્ર કાઢી આપવાના બહાને અરજદાર પાસેથી લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શહેરની કચેરી ખાતે જ આ લાંચનું છટકુ સફળ બનાવાયુ હતું.


મળતી વિગતો મુજબ,રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા હોઇ જેથી તેઓએ સરકારી કવાર્ટર મેળવવા માર્ગ મકાન વિભાગ કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરી હતી. પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના નિયમ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર માર્ગ મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હતું. જેથી ફરીયાદીએ સિનિયર ક્લાર્ક રવિ રાજુભાઈ મજેઠીયાનો રૂૂબરૂૂ સંપર્ક કરતા તેણે પ્રમાણપત્ર આપવાને બદલે રૂૂ. 5000ની લાંચની માંગણી કરી હતી.


આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ જેથી ફરીયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો રૂૂબરૂૂ સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવાયુ હતું.


દરમિયાન માર્ગ મકાન વિભાગના સિનિયર ક્લાર્ક દ્વારા ફરીયાદી સાથે પ્રમાણપત્ર બાબતે વાતચીત કરી લાંચની રકમ રૂૂ. 5000 સ્વીકારવામાં આવી હતી.તે સાથે જ તેને પકડી લેવાયો હતો.


આ મામલે રવિ મજેઠીયા આ ભ્રષ્ટાચાર કેટલા સમયથી ચલાવતો હતો તે અંગે પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ એસીબી જામનગરના પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *