લોકોએ કાટમાળમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડ્યો
જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 અંધ આશ્રમ આવાસના જર્જરિત બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે, અને કેટલાક બ્લોકનો કાટમાળ ઢગલાના સ્વરૂૂપમાં પડ્યો છે.
જે જગ્યા પર ગઈકાલે તે જ વિસ્તાર મા રખડતો ભટકતો એક યુવાન કાટમાળ ચૂંથી રહ્યો હતો, જે દરમિયાન કાટમાળ નો ઢગલો ધસી પડતાં તેના બંને પગ દબાયા હતા, અને તેણે બુમાંબુમ કરી મૂકવાથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા, અને તેને બહાર કાઢી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા થઈ રહી છે.
મહાનગરપાલિકા દ્વારા હાલ છેલ્લા ચાર દિવસથી ડિમોલેશન કામ બંધ હતું, દરમિયાન ત્યાં પડેલા ઢગલા ચૂંથવા જતાં યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે.