પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ પંજાબના અમૃતસરના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા રણજીતસિંગ હરજીન્દરસિંઘ નામના 27 વર્ષના શીખ યુવાનને ગઈકાલે પોતાના મકાનની ઓરડીની બાજુમાં આવેલી બાવળની જાળીમાં બાથરૂૂમ કરવા જતી વેળાએ હૃદય રોગનો હુમલો આવી જતાં બેશુદ્ધ બન્યા હતા. તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે તેની સાથે ભાડાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા દલજીતસિંઘ અમરિકસિંધ પંજાબી એ પોલીસની જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પીટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકના વિસરા લેવામાં આવ્યા છે, અને પૃથ્વીકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.
