દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપી

દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના…

દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા નારણ લખમણ ચાવડા પાસેથી પાંચ ટકાના વ્યાજ દરથી રૂૂપિયા સવા બે લાખની રકમ વ્યાજ લીધી હતી. ફરિયાદી કાનદાસભાઈ બાવાજીએ આજદીન સુધી રૂૂપિયા ચાર લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. પરંતુ આ પ્રકરણના આરોપીઓ નારણ લખમણ ચાવડા, પ્રવીણ નારણ ચાવડા, કૌશિક નારણ ચાવડા અને દ્વારકામાં આહીર સમાજ વાડી પાસે રહેતા માલદે આહીર નામના ચાર શખ્સોએ કાનદાસભાઈને અવારનવાર ધાકધમકી આપી, અને તેમના પુત્ર તેમજ પત્નીને ફોન કરી, વ્યાજના પૈસા તેમજ મૂળ રકમની ઉઘરાણી કરી હતી.
આટલું જ નહીં, ફરિયાદી કાનદાસભાઈના દીકરા પાસે તેના બેન્ક એકાઉન્ટના રૂૂપિયા 25,000 ની રકમ ભરેલા 16 ચેક તેમજ રૂૂપિયા 75,000 ની રકમ ભરેલા બે ચેક લઈ લીધા હતા. આ પ્રકરણમાં આરોપીએ જો તેઓ પૈસા નહીં આપે તો માર મારવાની ધમકી આપી, પરેશાન કરતા હોવાથી આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ચારે આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


અકસ્માતમાં ઇજા
ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દૂર શેઢા ભાડથર ગામે રહેતા રામદેભાઈ નાથાભાઈ ચાવડા નામના 24 વર્ષના યુવાન તેમના મોટર સાયકલ નં. જી.જે. 19 એ. 9339 પર તેમના ખેત મજુર પ્રતાપભાઈ (ઉ.વ. 45) તેમજ તેમના પુત્ર રવિન પ્રતાપભાઈ (ઉ.વ. 15) ને સાથે લઈને જઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 જે. 0047 નંબરની એક કિયા સેલ્ટોસ મોટરકારના ચાલકે રામદેભાઈ ચાવડાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી રામદેભાઈ, પ્રતાપભાઈ તેમજ રવિનને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.


અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *