ગુજરાત મિરર, રાજકોટ તા.9- શહેરના વિરાણી ચોક પાસે કારચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક્ટિવા ચાલકે પોતાના વાહનની ડેકીમાંથી ધારદાર છરો કાઢી જાહેરમાં રોફ જમાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં કારચાલક અને એકટીવા ચાલક વચ્ચે જાહેરમાં કોઈ બાબતે બોલાચાલી થઈ રહી હતી. દરમિયાન આ એકટીવા ચાલકે ઉશ્કેરાઇ જઇ એકટીવાની ડેકીમાંથી ધારદાર છરો કાઢ્યો હતો અને આ છરો કાર ચાલક સામે ઉગામી ધમકીની ભાષામાં વાત કરતો હોય તેવું વીડિયોમાં નજરે પડી રહ્યું હતું. એવું કહેવાય રહ્યું છે કે, આ વિડીયો વિરાણી ચોક પાસેનો છે ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ ટીમે વિડીયોના આધારે આ શખસને ઝડપી લેવા શોધખોળ શરૂૂ કરી છે.
વિરાણી ચોક નજીક નજીવી બોલાચાલીમાં યુવકે છરી કાઢી
ગુજરાત મિરર, રાજકોટ તા.9- શહેરના વિરાણી ચોક પાસે કારચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક્ટિવા ચાલકે પોતાના વાહનની ડેકીમાંથી ધારદાર છરો…
