પ્રેમીકાએ ખર્ચ કરેલા નાણાની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ડરી જઇ ફીનાલિ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામનાથપરાના પરિણીત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ રામનાથપરામાં કબીર ગેટની અંદર રહેતા હિરેન સુધીરભાઇ કાપડી (ઉ.વ.28) નામના યુવાને ગતરાતે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં હિરેન બે ભાઇમાં મોટો અને પરિણીત છે. તે રીક્ષા ચલાવતો હોય તેની રીક્ષાાં મોરબી રોડ પર રહેતી આશા નામની મહીલા અવાર-નવાર આવતી હોવાથી બન્નેની આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બન્ને ફરવા જતા હતા ત્યારે આશાબેન પૈસા વાપરતા હોય જેથી ખર્ચ કરેલા રૂા.60 હજારની ઉઘરાણી કરી હતી. હિરેને પૈસા ન આપતા મહીલાએ ઘરે આવવાની ધમકી આપી હતી. જેથી હિરેને ડરી જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.