હિરાસર એરપોર્ટમાં ‘ઇન્ટરનેશનલ’ લેવલનો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર ચાલુ પણ ફ્લાઇટ દેખાતી નથી

100 મીર ઊંચાઇને કારણે વિઝિબિલિટી વધુ મળશે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે તો દેખાય ને! ગઇકાલે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાના એર ટ્રાફીક કંટ્રોલ ટાવરનું ઉદ્ઘાટન…

100 મીર ઊંચાઇને કારણે વિઝિબિલિટી વધુ મળશે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે તો દેખાય ને!

ગઇકાલે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાના એર ટ્રાફીક કંટ્રોલ ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 100 મીટરના ટાવર ઉપર ચડીને બધુ સુવ્યવસ્થિત દેખાય છે. પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્યાંય દેખાતી નથી!
હિરાસર એરર્પો બન્યું ત્યારથી ઘણા વિવાદો સામે આવ્યા છે પરંતુ હવે ટૂંક સમયમાં નવું ટર્મીનલ ચાલુ થઇ જશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇનટ ઝડપથી રાજકોટ સુધી આવે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

અગાઉ ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂૂ કરવાનો વધુ એક વાયદો કરાયો હતો. થોડા દિવસ પહેલાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોહરાએ જણાવ્યું હતું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાયમી ટર્મિનલ બની રહ્યું છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે, જોકે આ ટૂંક સમય ક્યારે પૂર્ણ થશે એની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ઉપરાંત તેમણે એક એવી પણ જાહેરાત કરી હતી કે ટર્મિનલ કામગીરી પૂર્ણ થયા બાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વિદેશ જવા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા પણ ઓક્ટોબર 2024થી શરૂૂ કરી દેવાશે, જોકે વાસ્તવિકતા એ છે કે આ વર્ષ પુરું થવા આવ્યું પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂૂ થાય એવી નહિવત શક્યતા છે.


અઝઈના સુત્રોમાંથી સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ટાવરની કામગીરી શરૂ થતા અનેક ફાયદાઓ થશે. જેમાં એડવાન્સ ટેકનોલોજીના અને ટાવરની 100 મીટરની ઉંચાઈના કારણે વિઝીબિલિટીની ક્ષમતા વધી જશે. રન-વે અને હવામાન વિશે વધુ માહિતી મળશે. જેના કારણે અગાઉ જે ફ્લાઈટોમાં ડાયવર્ઝન આપવામાં આવતા હતા તે બંધ થઈ જશે. એટલું જ નહીં પરંતુ અઝઈ ટાવરની ટેકનોલોજીથી પાયલોટ સાથે વધુ સરળતાથી કોમ્યુનિકેશન થઈ શકશે. જેથી મુસાફરોને પણ તેમની ફ્લાઈટનો ચોક્કસ સમય પણ જાણી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *