પોલીસે ઓરિસ્સા રહેતા મૃતકના સંબંધીને જાણ કરી
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હતું. જંકશન મેઇન રોડ પર રખડતુ ભકતુ જીવન જીવતા ઓરિસ્સાના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી ઓરીસ્સા રહેતા તેના પરિવારજનોને જાણ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ, જંક્શન મેઇન રોડ પર બજંરગ ટી સ્ટોલ પાસે અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડેલો હોય જેને સરાવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર ર્ક્યુ હતું. પ્રાથમિક તપાસમાં તેનું મોટ હાર્ટએટેકથી થયાનું ખુલ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહ કરી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન મૃતક યુવાન મુળ ઓરિસ્સાનો અર્જુન મોહનકા (ઉ.42) હોવાનું અને તે રાજકોટમાં રખડતુ ભટકતુ જીવન જીવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઓરિસ્સા રહેતા મૃતકના પરિવારનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
