રાજકોટ નજીક ન્યારા ગામ નજીક જિલ્લા જેલ વિભાગ દ્વારા કલેકટર પાસે 60 એકર જેટલી જમીન માગવામાં આવી હતી.જે જમીન આજે કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લા જેલને સોંપવામાં માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે. રાજકોટના ન્યારા ગામ નજીક સર્વે નંબર 200 પૈકીની 60 એક જેટલી જમીન રાજકોટ જેલ અધિક્ષક રાઘવ જૈન જમીન સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પડધરી મામલતદાર દ્વારા કાર્યવાહી કરી અઠવાડિયાના અંત સુધીમાં જેલને આ જમીન સોંપી દેવામાં આવશે.
મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા કલેક્ટર પ્રભાવ જોષી પાસે જેલ વિભાગ દ્વારા ન્યારી નજીક જમીન માંગવામાં આવી હતી જે જમીન અંગે કલેકટર દ્વારા પડધરી મામલતદારને સર્વેને કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ ન્યારા ગામ નજીક જેટલી 60 એકર જેટલી જમીન કલેક્ટર તંત્ર દ્વારા જેલ વિભાગને ફાળવવામાં આવી છે. ટોકન દરે જમીન રાજકોટ જેલ અધિક્ષક રાઘવ જૈન ચિરાગને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અઠવાડિયાના અંત સુધીમાં જેલ વિભાગને મીન પણ સોંપી દેવામાં આવશે રાજકોટ મધ્યસ્થ જેલમાં ક્ષમતા કરતા બમણા કેદીઓનું ભારણ છે.
ત્યારે કેદીઓના ભારણને પહોંચી વળવા રાજકોટમાં વધુ એક જેલ બનાવવા ન્યારા પાસે જમીનની માંગણી કરવામાં આવી છે.રાજકોટના જામનગર રોડ પર ન્યારા ખાતે જેલ તંત્ર દ્વારા આશરે 60 એકર જેવડી વિશાળ જગ્યાની માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. જે જેલ રાજ્યની અત્યાધુનિક જેલો પૈકી એક બનશે હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં મંજુર ક્ષમતા કરતા આશરે બમણા કેદીઓ છે. જેલની મંજુર સમાવિષ્ટ સંખ્યા 1232 કેદીઓની છે જેની સામે મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના કુલ 2200 બંદીવાનો છે.
