પાટડીના માલવણથી દસાડા હાઈવે પરથી છેલ્લા ચાર દિથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કુલ 189 જેટલાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા. પાટડી આસિસ્ટન્ટ કલેક્ટરની સૂચનાથી મામલતદાર સહિતના અધિકારીઓ હાજરીમા આજે એહમદગઢ, જૈનાબાદ અને દસાડામાં મળી 150થી વધુ દબાણો હટાવાયા હતા. નજીકના ભવિષ્યમાં આ રોડ ફોરલેન બનવા જઈ રહ્યો છે, ત્યારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી.
પાટડીના માલવણ હાઈવેથી દસાડા હાઈવે સુધી છેલ્લા ચાર દિવસથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટડી આસિસ્ટન્ટ કલેક્ટરની સૂચનાથી મામલતદાર એચ.એમ.અમીન, દબાણ શાખાના નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતના અધિકારીઓ હાજરીમા છેલ્લા ચાર દિવસથી સતત દબાણ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. નજીકના ભવિષ્યમાં આ રોડ ફોરલેન બનવા જઈ રહ્યો છે, ત્યારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પાટડી તાલુકાના માલવણ ચાર રસ્તાથી લઈને દસાડા ચાર રસ્તા સુધીના માર્ગ મકાન (સ્ટેટ) હસ્તકના રોડ રસ્તાઓ ઉપરના ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે માલવણ ચોકડી ઉપરના દબાણો હટાવવામાં આવ્યાં હતા. જે અંતર્ગત કુલ 189 જેટલાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા. જેમાં આજે એહમદગઢ, જૈનાબાદ અને દસાડામાં મળી 150થી વધુ દબાણો હટાવાયા હતા.
