Connect with us

કચ્છ

સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે Restricted Zone તરીકે જાહેર કરાયો

Published

on

કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે 5ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ 5ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય 5રિસ્થિતિને નુકશાન થાય છે. આ 5રિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, 5ર્યાવરણીય 5રિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે Restricted Zone તરીકે જાહેર કરવો જરૂૂરી જણાય છે.


જેથી, અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ5ર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. આ હુકમ/જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, 5રવાનગી આ5વામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ/સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે.


આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.27/01/2025 સુધી અમલમાં રહેશે.

કચ્છ

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત

Published

on

By

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.

પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ છે.

વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે. આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.

Continue Reading

કચ્છ

કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યા

Published

on

By



પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર અન્ય ત્રીનો ફોન આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં સિધિકે ક્રૂરતાપૂર્વક કુહાડીના એક કરતાં વધુ ઘા મારી મુમતાજની કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યા અંગે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.એન. વસાવા પાસેથી મળેલી વિગતો મુજબ મુમતાજના કૌટુંબિક ભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને પરિજનો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આજે સવારે જદુરાની સીમમાં સિધિક અને મુમતાજ લાકડાં વીણવા ગયા હતા ત્યારે ત્યાં સિધિકને અન્ય કોઇ સ્ત્રીનો ફોન આવ્યો હતો. આથી સિધિક અને મુમતાજ વચ્ચે માથાકૂટ થતાં ગુસ્સે ભરાયેલા સિધિકે મુમતાજ ઉપર કુહાડીના ઘા મારવા શરૂૂ કર્યા હતા.


પગમાં કુહાડી લાગ્યા બાદ શરીરે મારવા જતાં હાથ આડો દેતાં હાથમાં કુહાડીના ઘા લાગ્યા હતા. માથામાં આગળ અને પાછળના ભાગે પણ બે વારમાંનો એક ઘા અત્યંત ઊંડો હતો. 18 વર્ષના લગ્નગાળા દરમ્યાન બંનેની પુત્રી મહેક ઝઘડો થતો જોઇ મદદ માટે સરપંચની વાડી તરફ દોટ મૂકી હતી. મદદગારો ત્યાં પહોંચતાં મુમતાજ લોહી નીંગળતી હાલતમાં મળી હતી. 108 મારફત જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી ત્યારે પણ તેના શ્વાસ ચાલુ હતા પરંતુ થોડા સમય બાદ તેણે દમ તોડી દીધો હતો.


જદુરાના સરપંચ અદ્રેમાન કારા થેબા અને હુસેનભાઇ તથા અન્યો મુમતાજને હોસ્પિટલ ખસેડવા અને ત્યાં મદદરૂૂપ થવામાં સહયોગ આપ્યો હતો. બીજીતરફ, છૂટક ડ્રાઇવિંગ કરતા એવા આરોપી સિધિક ઉમર થેબાને પોલીસે રાઉન્ડઅપ કર્યા બાદ ફરિયાદ નોંધાયા પછી વિધિવત ધરપકડ કરી હતી.

Continue Reading

કચ્છ

અંજાર તાલુકાના ખેડોઇની સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી 45.53 લાખનો દારૂ પકડાયો

Published

on

By


અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં આવેલા ઓમ ફાર્મ એન્ડ નર્સરીમાંથી સ્થાનિક પોલીસે 45.53 લાખની કિંમતનો દારૂૂ અને બીયર ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ટ્રેઇલરમાં લાઈમસ્ટોન પાવડરની આડમાં ખેડોઇના ત્રણ આરોપીઓએ માલ મંગાવ્યો હતો જોકે રેઇડ દરમિયાન આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન શનિવારે મોડી રાત્રે પીઆઈ એ.આર.ગોહિલને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ખેડોઇના આરોપી કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા,કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને શક્તિસિંહ ભરતસિંહ સરવૈયાએ દારૂૂ ભરેલ ટ્રેઇલર મંગાવ્યો છે.અને ટ્રેઇલર ખેડોઇ સીમમાં આવેલ કુલદીપસિંહ નરપતસિંહ જાડેજાના ઓમ ફાર્મમાં રાખી માલ કટિંગ કરવાના છે.બાતમીને આધારે સ્થાનિકે જઈ તપાસ કરતા ટ્રેઇલર નંબર આરજે 23 જીએ 3491, બાઈક નંબર જીજે 12 ઈએલ 6379 અને જીજે 12 ઈજે 8963 વાળા ઉભેલા હતા.પોલીસે ટ્રેઇલરમાં તપાસ કરતા લાઈમસ્ટોન પાવડર ભરેલો હતો.જેની વચ્ચે છુપાવેલ રૂૂપિયા 45.53 લાખની કિંમતનો 6600 બોટલ દારૂૂ અને 4644 બીયરના ટીન મળી આવ્યા હતા.રેઇડ દરમિયાન સ્થળ પરથી આરોપીઓ ભાગી જતા પોલીસને હાથ લાગ્યા ન હતા.જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ખેડોઇના ત્રણેય આરોપીઓ સહીત માલ મોકલનાર,ટ્રેઇલરના ચાલક અને બે બાઈકના ચાલકો ઉપરાંત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
કચ્છ4 hours ago

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત

રાષ્ટ્રીય4 hours ago

‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા

રાષ્ટ્રીય4 hours ago

દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી

રાષ્ટ્રીય4 hours ago

નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી

રાષ્ટ્રીય5 hours ago

મહારાષ્ટ્રમાં સરકાર રચનાનો માંચડો તૈયાર: ગુરુવારે મુખ્યમંત્રી, બે ડેપ્યુટી CM શપથ લેશે

રાષ્ટ્રીય5 hours ago

તમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશે

ગુજરાત5 hours ago

જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર

ગુજરાત5 hours ago

આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ

ગુજરાત5 hours ago

સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાત5 hours ago

કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે

રાષ્ટ્રીય12 hours ago

‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી

ગુજરાત1 day ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત1 day ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ક્રાઇમ1 day ago

લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

ગુજરાત1 day ago

મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ

કચ્છ4 hours ago

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત

ગુજરાત1 day ago

સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્

ગુજરાત1 day ago

મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ

ગુજરાત1 day ago

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

આંતરરાષ્ટ્રીય1 day ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

Trending