ભુજમાં આડા સંબંધની શંકામાં યુવાનની હત્યા

લાલ ટેકરી ખાતે ફર્નીચરની દુકાનમાં કામ કરતા યુવાનને આડા સબંધને વહેમે કિશોર સહીત બે આરોપીઓએ છરીના ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું…

લાલ ટેકરી ખાતે ફર્નીચરની દુકાનમાં કામ કરતા યુવાનને આડા સબંધને વહેમે કિશોર સહીત બે આરોપીઓએ છરીના ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બનાવ સામે આવ્યો છે.જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે.


રામનગરીમાં રહેતા ફરિયાદી હરજી ખીમજી પરમારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી રમેશ ખીમજી વાઘેલા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ તેમનો ભત્રીજો ગોવિંદ બુધવારે સવારે લાલ ટેકરી પર આવેલ ફર્નિચરની દુકાન પર કામ કરવા માટે ગયો હતો.જે બાદ રાત્રે નવ વાગ્યે ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે તેમનો ભત્રીજો ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યો હતો.અને કહ્યું હતું કે પોતે ઘરે આવતો હતો એ દરમિયાન બન્ને આરોપીઓ તેની પાસે આવ્યા હતા.અને આરોપી મોહને પોતાની બહેન સાથેના આડા સબંધનો વહેમ રાખી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતું.ફરિયાદીના ભત્રીજાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ છરીથી પેટ અને છાતીના ભાગે ઘા માર્યા હતા.ત્યારે રાડારાડી થતા બન્ને આરોપીઓ ભાગી ગયા હતા.જે બાદ ફરિયાદી તેના ભત્રીજાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.જ્યાં તેણે દમ તોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *