સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા સ્ટેચ્યુટની અમલવારી સાથે 47,280 છાત્રોની પરીક્ષા શરૂ

દિવાળીના વેકેશનની રજાઓ પૂરી થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટસ દ્વારા પરિક્ષાનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમાં આજથી સેમેસ્ટર-3અને 5ના 47,280 છાત્રોની પરિક્ષા શરૂ થઇ છે યુનિવર્સિટી…


દિવાળીના વેકેશનની રજાઓ પૂરી થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટસ દ્વારા પરિક્ષાનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમાં આજથી સેમેસ્ટર-3અને 5ના 47,280 છાત્રોની પરિક્ષા શરૂ થઇ છે યુનિવર્સિટી દ્વારા 127 કેન્દ્રો પર પરિક્ષાની વ્યવસ્થા કરવામ આવી છે પરિક્ષા દરમ્યાન થતી ગેરરિતીઓ અટકાવવા 86 જેટલા ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવી છે.


નવા એક્ટ બાદ સંભવત આ પહેલી રેગ્યુલર પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થી ચિઠ્ઠીમાંથી કે મોબાઈલમાંથી ચોરી કરે, મોબાઈલ સાથે પકડાય, હાથ-પગમાં લખાણ કરીને લાવે, ઘેરથી ઉત્તરવહી લખીને લાવે, આજુબાજુના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાંથી ચોરી કરીને લખે તેવી જુદી જુદી રીતે ચોરી કરતા પકડાય તો આ વર્ષે નિયમ કડક કરાયો છે.


નવા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જે-તે વિષયનું પરિણામ રદ કરવું, રૂૂ. 2500થી રૂૂ.10,000 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. નવા એક્ટ મુજબ હવે પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીનું પેપર રદ થશે, દંડ થશે અને ગંભીર ગુનામાં ઋઈંછ પણ થઇ શકે છે. કેટલાક કિસ્સામાં ખઙઊઈ તે વિદ્યાર્થીને પરીક્ષામાંથી કાયમી પ્રતિબંધ પણ લાદી શકે છે.
બીએ, બી.કોમ, બીબીએ, બીસીએ સહિત જુદી જુદી 9 ફેકલ્ટીના 37 જેટલા કોર્સના ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરની પરીક્ષાનો પરીક્ષા 27મી સુધી ચાલશે. સવારના સેશનમાં 10.30થી 1 કલાક સુધી જ્યારે બપોરેના સેશનમાં પરીક્ષાનો સમય 3થી 5.30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.

સ્નાતક કોર્સમાં બીએ, બીએસડબલ્યુ, બીબીએ, બી.કોમ, બીસીએ, બીએસસી, બીએસસી આઈટી, બીએસસી હોમ સાયન્સ, એલએલબી, બીપીએ, બીઆરએસ, બીએ બી.એડ સહિતના કોર્સનો સમાવેશ થાય છે જ્યારે અનુસ્નાતક કોર્સમાં એમએસડબલ્યુ, એમ.એ, એમબીએ, એમ.કોમ, એમએસસી, એમસીએ, એમએસસી હોમસાયન્સ, એલએલએમ, એમઆરએસ સહિતના કોર્સની પરીક્ષા શરૂૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *