શહેરની ભાગોળે ઢાંઢિયા ગામે વૃક્ષ સાથે લટકી પરપ3ાંતિય પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ ઢાંઢિયા ગામે આર.કે. ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતી અનીતા સુનિલભાઈ પરમાર (ઉ.વ.34) નામની પરિણીતાએ આજે વહેલી સવારે ગામમાં લીમડાના વૃક્ષ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
