કોડીનારમાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર શખ્સની અટકાયત

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી નાઓએ હથીયાર સાથેના ફોટા વાયરલ…

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી નાઓએ હથીયાર સાથેના ફોટા વાયરલ કરી લોક માનસ પર ભય અને દહેશત ફેલાવનાર ઇસમો ઉપર સોશિયલ મીડીયામાં વોચ રાખી કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.પટેલના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. કે.એમ.ચાવડા સા. તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ કોડીનાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે મોબાઇલ મારફત સોશિયલ મીડીયાના માધ્યમથી હથીયાર સાથેના ફોટા વાયરલ કરી લોક માનસ પર ભય અને દહેશત ફેલાવનાર રમેશભાઇ ઉર્ફ રમલો ભીખાભાઇ વાળા ઉ.વ.38 ધંધો મજુરી રહે,કોડીનાર અજંટા ટોકીઝ રોડ નવી શેરી તા કોડીનાર જી.ગીર સોમનાથ વાળાને હથિયાર સાથે ધરપકડ કરી કોડીનાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-11186002241981/2024 જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ છે. કોડીનાર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. કે.એમ.ચાવડા સા. તથા ASI પ્રદિપસિંહ હરીસિંહ તથા HC ઉદયસિંહ પ્રતાપભાઇ તથા PCજશપાલસિંહ પ્રતાપભાઈ તથા PCસુરસિંહ રાયસિંહભાઇ તથા PCદોલુભાઇ મનુભાઇ તથા PCપૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ તથા PCહિરેનભાઇ નારણભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *