જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો

ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક…

ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક નીચે પટકાતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો પ્રિયાંશું શામજી કુમાર નામનો 8 વર્ષનો માસુમ બપોરે નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડીંગના પહેલા માળે પતંગ ચગાવવા ચડયો હતો. દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. જેમાં તેને પગના ભાગે તથા શરીરે ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત બાળકના પિતા નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *