બિહારના કટિહાર જિલ્લામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સોમવાર અને મંગળવારની રાત્રે સમેલી બ્લોક ઓફિસ પાસે અકસ્માત થયો ત્યારે કારમાં સવાર લોકો લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે પીડિતોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
કટિહારના એસપી વૈભવ શર્માએ જણાવ્યું હતું કે સમેલી બ્લોક ઓફિસ નજીક ગઇં-31 પર વિરુદ્ધ દિશામાંથી આવતા ટ્રેક્ટર સાથે જઞટની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 8 લોકો માર્યા ગયા હતા, જે બધા પુરુષો હતા અને બે અન્ય ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પીડિતોને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં આઠ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે બે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીડિતો સુપૌલના રહેવાસી છે, એસપીએ જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે બધા પીડિતો એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
