ફિલિપાઈન્સમાં 8.2નો પ્રંચડ ભૂકંપ, 5નાં મોત

અનેક બહુમાળી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ, મૃત્યુઆંક વધવાની શક્યતા, ઉતરપૂર્વીય વિસ્તારમાં સુનામીની ચેતવણી આજેની વહેલી સવારે ફિલિપાઇન્સમાં 8.2ની તીવ્રતાના અત્યંત શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.…

અનેક બહુમાળી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ, મૃત્યુઆંક વધવાની શક્યતા, ઉતરપૂર્વીય વિસ્તારમાં સુનામીની ચેતવણી

આજેની વહેલી સવારે ફિલિપાઇન્સમાં 8.2ની તીવ્રતાના અત્યંત શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આપત્તિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં ધરતી ત્રણ વખત જોરદાર રીતે ધ્રૂજી ઊઠી હતી.

આ પ્રચંડ આંચકાઓને કારણે સમગ્ર દેશમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે થયેલી તબાહીના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેમાં બહુમાળી ઇમારતો કાટમાળમાં ફેરવાતી અને લોકો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડે છે. આ ભુકંપથી પાંચ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે રહેણાંક વિસ્તારો, ઓફિસો, મોલ અને શાળાઓમાં ક્ષણભરમાં જ બધું વેરવિખેર થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર, ઇમારતોની દિવાલો ધ્રૂજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો ભારે સામાન તથા ઘરવખરી નીચે પછાડાવા લાગી હતી. ઓફિસો અને મોલની અંદર લોકો ભયના માર્યા ચીસો પાડતા સુરક્ષિત સ્થળો તરફ દોડતા જોવા મળ્યા હતા.

ફિલિપાઇન્સના જનરલ સેન્ટોસ શહેરમાં આવેલી ’ઇરેનિયો નેશનલ હાઇવે સ્કૂલ’નો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં શાળાના માસૂમ બાળકો ભૂકંપના જોરદાર આંચકાથી અત્યંત ગભરાઈ ગયેલા દેખાય છે અને પરસ્પર એકબીજાના હાથ પકડીને રક્ષણ માટે જમીન પર બેસી ગયેલા જોવા મળે છે.

જનરલ સેન્ટોસ શહેરમાંથી જ સામે આવેલા અન્ય એક ભયાનક વીડિયોમાં એક મોટી ઇમારત પત્તાના ઘરની જેમ સેક્ધડોમાં જમીનદોસ્ત થઈ જતી જોવા મળે છે. ઇમારતો ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા અને સર્વત્ર કાટમાળના ઢગલા થઈ ગયા હતા. સોમવાર સવારે ફિલિપાઇન્સમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. અહેવાલો સૂચવે છે કે ભૂકંપ મિંડાનાઓ ટાપુ નજીક ઉદ્ભવ્યો હતો. ત્યારબાદ, ફિલિપાઇન અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં સુનામી ચેતવણી જારી કરવામાં આવી હતી, સાથે દરિયાકાંઠાના સમુદાયો માટે સ્થળાંતર સલાહ પણ જારી કરવામાં આવી હતી.

ભૂકંપ પછી, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ પ્રાદેશિક દરિયાકાંઠાને અસર કરતા ખતરનાક મોજાઓના જોખમ અંગે ચેતવણી જારી કરી હતી. ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સીએ દેશના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી ચેતવણી પણ જારી કરી હતી, જેમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી.

ચીન, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના પૂર્વાત્તર રાજ્યોમાં ઝટકા
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, ગઇકાલે રાત્રે ભૂટાનમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના ઝટકા ભારતના પૂર્વોત્તર રાજ્યો, બાંગ્લાદેશ, નેપાળ અને ચીનના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 11:06 વાગ્યે ભૂટાનના પુનાખા વિસ્તાર પાસે આવ્યો હતો. એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સિસ્ટમ અનુસાર તેની તીવ્રતા 5.6 જણાવવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અસમથી આશરે 252 કિલોમીટર દૂર હતું. ભૂકંપના ઝટકા પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં અનુભવાયા. અસમ, મેઘાલય સહિતના રાજ્યોમાં લોકોએ ભૂકંપની અસર અનુભવી. કેટલાક લોકોએ સલામતીના ખ્યાલથી તેમના ઘરો ખાલી કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ ભૂકંપના ઝટકાની માહિતી શેર કરી હતી.

જાપાન, અમેરિકા સહિતના દેશોમાં વરસાદનું તાંડવ
એકબાજુથી ફિલિપાઈન્સમાં ભયાનક ભુકંપ આવ્યો છે ત્યારે અનેક દેશોમાં વરસાદ અને પવનનું તાંડવ જોવા મળ્યું છે. અમેરિકામાં પણ ભયંકર વરસાદી પવન ફુંકાતા 1 કરોડથી વધુ લોકોને અસર પહોંચી છે. ચીનમાં છ વિસ્તારોમાં ફલડ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. છેલ્લા બે સપ્તાહથી ચીનના અનેક શહેરોમાં વરસાદ તબાહી જોવા મળી છે, જાપાનમાં ભારે વરસાદ ફુંકાતા 23 લોકોને ઈજા પહોંચી છે. જાપાનના અનેક વિસ્તારોમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા છે અને તંત્ર હાઈએલર્ટ પર આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *