જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી…

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી હતી.
જેતપુર તાલુકાની ચાપરાજપુર ક્ધયા શાળાના જર્જરીત બિલ્ડીંગનો સ્તંભતા.29/09/1977ના રોજ સાંજે 04:00 કલાકે પડી જતા 11 વર્ષના એક બાળકને માથા ઉપર ઈજા તેમજ પગમા ફ્રેક્ચર થયેલ હોય ફરીયાદીએ વળતર મેળવવા કોર્ટમાં કેસ દાખલ કરેલ.

જેતપુરના પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજની કોર્ટના હુકમ અનુસંધાને વળતર ચૂકવવા હુકમ થયેલ. જે અનુસંધાને રૂૂ.1,60,590/- ચુકવવા માટે મંજુર કરવામાં આવ્યો હતો.

બાંધકામના 32 કામોના ટેન્ડર માટે 26,97,05,725 રૂપિયા મંજુર કરવામાં આવ્યા. સિંચાઇના 39 કામોના રૂૂ.35,85,25,790/- તથા 6 કામોની વહીવટી મંજુરી રૂૂ.8,05,30,000 આમ, સિંચાઇના 45 કામો માટે 43,90,55,790 મંજુર કરવામાં આવ્યા. આમ કુલ 78 કામો માટે 1.70,89,22,106ના સિંચાઇ અને બાંધકામ કામોના ટેન્ડર તેમજ વહીવટી મજુરી તથા શિક્ષણ શાખાને વળતર ચુકવવા મંજુરી આપવામાં આવેલ છે.
આજની બેઠકમાં અધ્યક્ષ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્ય જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *