CBSE બોર્ડની પરીક્ષા માટે 75% હાજરી ફરજિયાત

  ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ તે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે, જે નિયમિત ક્લાસમાં જતાં…

 

ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ તે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે, જે નિયમિત ક્લાસમાં જતાં નથી. હવે આવા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે જે સ્કૂલ ડમી સ્કૂટ સિસ્ટમને પ્રોત્સાહન આપશે કે ગેરહાજર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે નોમિનેટ કરશે, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની નિયમિત સ્કૂલમાં અભ્યાસ ન કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 12 બોર્ડ પરીક્ષા આપતા રોકવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે ડમી સ્કૂલમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થી અને તેના માતા-પિતાની હશે.
વાસ્તવમાં, CBSE તેના પરીક્ષા નિયમોમાં સુધારો કરવા વિચારી રહી છે. નવા નિયમો અનુસાર ડમી સ્કૂલોના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આવા વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (ગઈંઘજ) ની પરીક્ષા આપવી પડશે. સી બી એસઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી શાળામાંથી ગેરહાજર રહે છે અથવા નિયમિત વર્ગોમાં હાજરી આપતો નથી, તો તેને બોર્ડની પરીક્ષામાં હાજર રહેવાથી પ્રતિબંધિત કરી શકાય છે.

CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શૈક્ષણિક સત્ર 2025-26થી વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત રહેશે. CBSEના એક અધિકારીએ જણાવ્યું હતું કે, CBSE નિયમો મુજબ, માત્ર રજિસ્ટ્રેશનથી જ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે લાયક ઠરશે નહીં. તેણે ઓછામાં ઓછી 75% હાજરી જાળવવી પડશે.

જે વિદ્યાર્થીઓ CBSEની હાજરી નીતિ મુજબ લાયક નહીં હોય તેઓ ગઈંઘજ પરીક્ષા દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. હાજરીમાં 25% છૂટછાટ ફક્ત તબીબી કટોકટીના કિસ્સામાં, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવા અથવા અન્ય ગંભીર સંજોગોમાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *