વેરાવળ પાલિકાના વિપક્ષી નેતા સહિત 7 જુગાર રમતા ઝડપાયા

વેરાવળ નગરપાલીકાના કોંગ્રેસના નગરસેવક એવા વિપક્ષી નેતા સહિત સાત જુગારી ઓ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા પ્રભાસ પાટણ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી…

વેરાવળ નગરપાલીકાના કોંગ્રેસના નગરસેવક એવા વિપક્ષી નેતા સહિત સાત જુગારી ઓ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા પ્રભાસ પાટણ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારના રાત્રીના સમયે પ્રભાસપાટણ તળાવની પાછળ સાયદ વાડી વિસ્તારમાં હારૂૂનભાઇ કમાલભાઇ ના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેર માં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવા અંગે ડી સ્ટાફના પીયુષભાઈ અને કરણસિંહને બાતમી મળેલ જેના આધારે પોલીસ સ્ટાફે સ્થળ ઉપર દરોડો પાડતા ખુલ્લી જગ્યા એ જાહેર માં લાઈટના અજવાળે તીનપતી રોન નો જુગાર રમતા કોંગ્રેસના નગરસેવક એવા નગરપાલીકામાં વિપક્ષી નેતા ગુલામ હુસેન સીદીક પટણી, શબ્બીર હુસેન ગઢીયા, યાસીન સુલેમાન ભાદરકા, શબ્બીર હાજી ગોહેલ, ઇકબાલ કમાલ ભાદરકા, આસીફ અ.ગની ચૌહાણ, અબ્દુલ મહમદ ભાદરકા તમામ રહે.વેરાવળ અને પ્રભાસ પાટણ વાળાને રોકડા રૂૂા.26,300 સાથે ઝડપી લીધા હતા. આ સાતેય જુગારીઓ સામે પોલીસે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જુગાર નો મામલો દબાવી દેવા અનેક ભલામણો અને દબાણ લાવવામાં આવેલ તેને તાબે થયા વગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *