અધિકારીઓના વીડિયો બનાવી ખંડણી પડાવતી ગેંગના વધુ 7 ઝડપાયા

સુરેન્દ્રનગરના શખ્સના મોબાઇલની તપાસ કરતા 1400 વીડિયો મળી આવ્યા આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરી ડીલીટ કરવાના નામે તોડ કરતા હતા ઇન્સ્ટાગ્રામ પર સુરેન્દ્રનગર જિલ્લા…

સુરેન્દ્રનગરના શખ્સના મોબાઇલની તપાસ કરતા 1400 વીડિયો મળી આવ્યા

આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરી ડીલીટ કરવાના નામે તોડ કરતા હતા

ઇન્સ્ટાગ્રામ પર સુરેન્દ્રનગર જિલ્લા સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બદનક્ષી ભર્યા વીડિયો અપડોલ કરનાર પોપટપરના યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઇલની તપાસ બાદ સુરેન્દ્રનગર 5ોલીસે 14 શખ્સ સામે ગુનો નોંધી સાત શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે છ શખ્સ હજુ પોલીસ પકડથી દુર છે જેને પકડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. જ્યારે યુવકના મોબાઇલમાંથી 1400થી વધુ વીડિયો મળ્યા હતા. જેમાંથી 100 વીડિયોનું પુષ્ટી કરી 14 શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાના નાગરિકો, સરકારી અધિકારીઓ, મહિલાઓ, એન્જીનીયર, બિલ્ડર સહિત ઉચ્ચ હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિકોના ગુનાહિત ધમકી તેમજ બિભત્સ અને બદનક્ષીના આક્ષેપો સાથેના વિડિયો ઈન્સ્ટાગ્રામના અલગ-અલગ બે આઈડી પર અપલોડ કરનાર મુળ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારનો અને હાલ કલકત્તા રહેતા યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી પાડયો હતો અને યુવકનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો.મોબાઈલની તપાસ કરતા યુવક બકરો સોલંકી દ્વારા સુરેન્દ્રનગરના અલગ-અલગ વ્યક્તિઓએ રૃપિયા આપી વિડિયો બનાવડાવી અપલોડ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું જે મામલે 14 જેટલા શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે તમામ શખ્સો પૈકી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સાત શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને તેમની વધુ પુછપરછ કરતા બકરો સોલંકી પાસે અલગ-અલગ વ્યક્તિઓના વિડિયો બનાવડાવી તેના આઈડીમાં અપલોડ કરાવી આ વીડિયો ડિલીટ નહીં કરવાની ધમકી આપી રૃપિયા પડાવતા હોવાની પણ કબુલાત કરી છે તેમજ પોલીસની વધુ તપાસ દરમ્યાન યુવકના મોબાઈલમાંથી અંદાજે 1400થી વધુ વિડિયો મળી આવ્યા હતા જે પૈકી હાલ 100થી વધુ વિડિયોનું પૃષ્ટીકરણ કરી 14 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બાકીના વિડિયો બાબતે પણ તપાસની તજવીજ હાથ ધરવામાં આવશે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલા સાત આરોપીઓ પૈકી ભવાનભાઈ ઉર્ફે કાનો બાવળીયા સામે વઢવાણ, સુરેન્દ્રનગર બી-ડિવીઝન, જોરાવરનગર અને રાણપુર પોલીસ મથકમાં પ્રોહિબીશન તેમજ જુગારધારા અને પાસા હેઠળ ગુના નોંધાયેલ છે. સુરેશભાઈ ઉર્ફે સુરો સીંધવ સામે વટવા, સુરેન્દ્રનગર એ-ડિવીઝન, બરવાળા સહિતના પોલીસ મથકોમાં જુગાર તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ ઉપરાંત અખીલખાન ઉર્ફે સોનુ પઠાણ સામે ધ્રાંગધ્રા સીટી, સરખેજ, સલાબતપુરા પોલીસ મથકોમાં પ્રોહિબિશન તેમજ હથિયારધારા હેઠળ ગુનાઓ નોંધાયા છે અને અસ્લમ રસુલભાઈ કટીયા સામે એ-ડિવીઝન અને બી-ડિવીઝન પોલીસ મથકે મારામારીના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓ
(1) ભવાનભાઈ ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળીયા (રહે.60 ફુટ રોડ) (2) ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (રહે.દુધરેજ ફાટક બહાર વોરાના ડેલામાં) (3) સંજયભાઈ દેવશીભાઈ ગરીયા (રહે.વાદીપરા શેરી નં.7) (4) સુરેશભાઈ ઉર્ફે સુરો બીજલભાઈ સીંધવ (રહે.નવા જંકશન રોડ) (5) અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ (રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા) (6) અસ્લમ રસુલભાઈ કટીયા (રહે.મીયાણાવાડ શેરી નં.3 ) (4) રાકેશભાઈ વિરજીભાઈ વિરગામી(પ્રજાપતિ) (પત્રકાર, રહે.ટી.બી.હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *