લાખોટા તળાવમાંથી 7 મેટ્રિક ટન કચરાનો નિકાલ

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ મિત્રોના સહયોગથી લાખોટા તળાવમાં અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 7…

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ મિત્રોના સહયોગથી લાખોટા તળાવમાં અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 7 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર કરીને બહાર કાઢી લેવામાં આવ્યો છે.જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવની અંદર તથા બહાર ની બાજુએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ના સફાઇ મિત્રો દ્વારા તા.2.3.2025 થી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધી 32 સફાઈ મિત્રો દ્વારા દૈનિક ધોરણે સફાઈ કરી 6 થી 7 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.લાખોટા તળાવ એ જામનગર શહેરનું એક ઐતિહાસિક સ્થળ હોય તેની સ્વચ્છતા જળવાઇ રહે તે જામનગર શહેરના નાગરિકોની પણ નૈતિક ફરજ બને છે. શહેરનાં ઓળખ સમાં આપણાં લાખોટા તળાવની આંતરિક તેમજ બાહ્ય સફાઈનું ધોરણ જળવાઈ રહે, તે માટે તળાવની અંદર તથા આજુ બાજુના વિસ્તારમાં કચરો નહીં નાખવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *