પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 65 વેપારીઓને 16,550નો દંડ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે ત્રણેય ઝોનમાં કાર્યવાહી હાથ ધરી મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી અલગ અલગ…

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે ત્રણેય ઝોનમાં કાર્યવાહી હાથ ધરી

મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી અલગ અલગ વિસ્તારમાં વધુ 65 વેપારીઓને રૂા.16,550નો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 09/09/2025 થી 11/09/2025 એમ કુલ 03 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 09/09/2025 થી 11/09/2025 એમ કુલ 03 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 65 આસામીઓ પાસેથી રૂૂ 16550/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે્યા કટર/ સેનેટરી સબ ઇન્પેર્યાકટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *