પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી રહેલા આવાસો સામે 6106 ફોર્મ ભરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-2 અને MIG કેટેગરીમાં ખાલી પડેલ આવાસોના ઓનલાઇન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ:16/11/2024ના રોજ પૂર્ણ થયેલ છે. જેમાં EWS2 કેટેગરીમાં 133 આવાસો…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-2 અને MIG કેટેગરીમાં ખાલી પડેલ આવાસોના ઓનલાઇન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ:16/11/2024ના રોજ પૂર્ણ થયેલ છે. જેમાં EWS2 કેટેગરીમાં 133 આવાસો સામે કુલ-4177 ફોર્મ ભરાઇને પરત આવેલ છે જયારે MIG કેટેગરીમાં 50 આવાસો સામે કુલ-1929 અરજીઓ ઓનલાઇન માધ્યમથી આવેલ છે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે.


MIG કેટેગરીના આવાસોમાં 03 BHK, ક્ષેત્રફળ 60 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ.18 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ. 06 થી 7.50 લાખ સુધીની રહેશે તથા EWS-2 કેટેગરીના આવાસોમાં 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ.5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ.03 લાખ સુધીની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *