મ્યુનિ.કમિશનર રજા પર ઉતરે તે પહેલા 6 વોર્ડ ઓફિસરની બદલી

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ઉતર્યા છે. જોકે રજા પર જતા પહેલાં તેમણે મનપાના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતાં…

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ઉતર્યા છે. જોકે રજા પર જતા પહેલાં તેમણે મનપાના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતાં 6 વોર્ડ ઓફિસર તેમજ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જારી કર્યા છે. એકસાથે થયેલી આ બદલીઓને પગલે મનપાના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ ઓફિસરોની બદલીઓને લઈને કેટલાક વોર્ડના કોર્પોરેટરોમાં નારાજગી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

મનપાની વહીવટી વ્યવસ્થામાં ફેરફારના ભાગરૂૂપે 6 વોર્ડ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 2ના વોર્ડ ઓફિસર પરેશ ચાવડાને વોર્ડ નં. 7માં મૂકવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 10નાં નિલમબેન બેલીમને વોર્ડ નં. 12ની જવાબદારી સોંપવામાં આવી છે.તેવી જ રીતે વોર્ડ નં. 15નાં નિશાબેન જાદવની વોર્ડ નં. 14માં અને વોર્ડ નં. 14ના નિકુંજ ડોબરીયાની વોર્ડ નં. 15માં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. 12ના રાજેશ ચત્રભુજને વોર્ડ નં. 10માં તથા વોર્ડ નં. 7ના નિકુંજ ચૌહાણને વોર્ડ નં. 2માં મૂકવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસરોની સાથે સફાઈ અને ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે.

જેમાં વોર્ડ નં. 12ના ધીરૂૂભાઈ પ્રજાપતિને વોર્ડ નં. 14 ડ્રેનેજ તેમજ વોર્ડ નં. 17 ડ્રેનેજની કામગીરી સોંપવામાં આવી છે. વોર્ડ નં. 2ના કિરીટભાઈ પરમારને કે.એસ.ડી. ગાર્બેજ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 14 ડ્રેનેજના કિરણભાઈ ઉધરેજાને વોર્ડ નં. 2માં નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય બદલીઓમાં વોર્ડ નં. 7/અના સંજયભાઈ ચાવડાને વોર્ડ નં. 1માં, વોર્ડ નં. 1ના કિરીટસિંહ રાઠોડને વોર્ડ નં. 2-બમાં, વોર્ડ નં. 4 ડ્રેનેજના દિપકભાઈ ડાંગરને વોર્ડ નં. 5માં અને વોર્ડ નં. 5ના કૌશિકભાઈ ડામોરને વોર્ડ નં. 4 ડ્રેનેજમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં. 2-બના મયુરભાઈ રાઠોડને વોર્ડ નં. 17-બમાં બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *