જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખાના અમુક કર્મચારીઓ દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમમાંથી બાકી વેરાદારના નામની એન્ટ્રી ડિલીટ કરી દેવામાં આવી હતી.
આ પ્રકરણમાં આઉટસોર્સના પાંચ, કરાર આધારિત એક કર્મચારીને છુટા કરી દેવાયા છે જ્યારે એક સામે ખાતાકીય તપાસ શરૃ કરવામાં આવી છે.જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખાના કોમ્પ્યુટરાઇઝમાંથી અમુક બાકી વેરાની વસુલાત થાય તે પહેલા જ કોમ્યુટરમાંથી તેમના નામની એન્ટ્રી ડિલીટ કરી દેવામાં આવી હતી અને આસામીને ફાયદો અપાવી દેવાનું કૃત્ય આચરવામાં આવ્યું હતું.
આ બાબતની ટેકસ શાખાના ઉચ્ચ અધિકારીને થતાં તેમણે સમગ્ર કૌભાંડ પકડી પાડી કમિશનરના ધ્યાને મુક્યું હતું.આ માટે આ પ્રકરણમાં પગલા લેવાયા છે. અને પાંચ આઉટસોર્સ અને એક કરાર આધારિત કર્મચારીનો નોકરીમાંથી છુટા કરી દેવાયા છે. જ્યારે એક કર્મચારી સામે ખાતાકીય તપાસનો આદેશ થયો છે.
