છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા દેશોમાં ભૂકંપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, ગઇકાલે મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ દક્ષિણ અને મધ્ય મેક્સિકોમાં આવ્યા હતા. ભૂકંપના આંચકાને કારણે મેક્સિકો સિટી અને અકાપુલ્કોમાં લોકો ભયભીત થઈને શેરીઓમાં દોડી આવ્યા હતા. બે લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે.
મેક્સિકોની રાષ્ટ્રીય ભૂકંપ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શુક્રવારના ભૂકંપની પ્રાથમિક તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી. ભારતીય સમય મુજબ સાંજે 7:28 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ઉચ્ચ-તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ મેક્સિકોના દક્ષિણ રાજ્ય ગુરેરોમાં સાન માર્કોસ શહેર નજીક, પેસિફિક કિનારે એકાપુલ્કોના રિસોર્ટ નજીક હતું. ભૂકંપ પૃથ્વીની સપાટીથી 40 કિલોમીટર નીચે ઊંડાઈએ હતો.
શુક્રવારે મેક્સિકોમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની નવા વર્ષની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પડ્યો. જાનહાનિ કે સંપત્તિને નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. રાષ્ટ્રપતિએ થોડા સમય પછી તેમની પ્રેસ કોન્ફરન્સ ફરી શરૂૂ કરી, અને કહ્યું કે તેમણે ગુરેરોના ગવર્નર સાથે વાત કરી છે.
