ગુજરાતમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા જીએએસ કલાસ વન કેડરના 59 અધિકારીઓની બદલીના હુકમો રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. મોટાભાગની નાયબ ચૂંટણી અધિકારીની જગ્યાઓ ભરવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બદલીની રાહ જોઈ રહેલ GAS કેડરનાં અધિકારી માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના અધિકારીઓની બદલીને લઈને મહેસૂલ વિભાગે લેટર જાહેર કરીને માહિતી આપી છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના અધિકારીઓની બદલીના મહેસૂલ વિભાગે આદેશ જારી કર્યા છે. ડે.કલેકટર એમ.જી. નિમાવતની ડાયરેક્ટર સિવિલ એવિએશનમાં અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. ડી.પી. શુક્લાની ગાંધીનગરમાં લાઈવલી હુડના આસિસ્ટન્ટ મેનેજીંગ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. ડે. DDO વી.આર. માંકડિયાની જામનગરમાં બદલી કરવામાં આવી છે.
બદલીના આ ઘાણવામાં રાજકોટમાં જિલ્લા પુરવઠા વિભાગમાં એક વધારાની પોસ્ટ ઉભી કરી પુરવઠા અધિકારી તરીકે જૂનાગઢના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.એસ.ઝાપડાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)માં સિધ્ધાર્થ ગઢવીની નિમણૂંક કરાઈ છે. આ સિવાય પોરબંદરનાં ડેપ્યુટી ડી.ઈ.ઓ. વી.આર.માંકડીયાની જામનગરમાં ડીડીઓ તરીકે તેમજ ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર આર.એસ.હુડની મોરબી જિલ્લા ડેપ્યુટી ડી.ઈ.ઓ. તરીકે નિમણૂંક કરાઈ છે. આ સિવાય વલસાડના ડેપ્યુટી ડીડીઓ એ.જે.રાજપૂતની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેપ્યુટી ડીઈઓ તરીકે, સુરેન્દ્રનગરના ડેપ્યુટી ડીડીઓ એમ.જે.ભરવાડની વઢવાણ પ્રાંત ઓફિસસર તરીકે, વઢવાણના પ્રાંત ઓફિસર એન.ડી.ધુણાની જૂનાગઢ જિલ્લાના ડેપ્યુટી ડીઈઓ તરીકે તેમજ જૂનાગઢના ડેપ્યુટી ડીઈઓ ડી.જે.જાડેજાની જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂંક કરાઈ છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી કલેકટર કે.એ.રાઠોડની સુરેન્દ્રનગર જિલ્લામાં ડેપ્યુટી ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. મહિસાગરનાં ડેપ્યુટી કલેકટર એ.જે.સમલાની ગીર સોમનાથ જિલ્લાના ડેપ્યુટી ડીડીઓ તરીકે બદલી કરાઈ છે. જ્યારે ગીર સોમનાથના ડેપ્યુટી ડીડીઓ એસ.પી.દુદકીયાની અમરેલીના ડેપ્યુટી ડીડીઓ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. પોરબંદરના ડેપ્યુટી કલેકટર એન.બી.રાજપૂતને પોરબંદર જિલ્લાના ડેપ્યુટી ડીઈઓ બનાવવામાં આવ્યા છે. ભાવનગરના ના.મ્યુનિ.કમિશનર જે.કે.રાવલને મ્યુનિ.કોર્પોરેશનમાં જ એડમીન વિભાગમાં બદલવામાં આવ્યા છે અને જિલ્લા પુરવઠા અધિકારી સી.એમ.પ્રજાપતિને અબડાસાના પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.મોરબીનાં ડેપ્યુટી કલેકટર ઉમંગ પટેલને મોરબીમાં જ ડેપ્યુટી કલેકટર-2 તરીકે બદલવામાં આવ્યા છે. મહેસાણાના ડેપ્યુટી ડીઈઓ વી.એચ.બારહટને કચ્છ જિલ્લામાં ડેપ્યુટી ડીઈઓ તરીકે મુકવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના ડેપ્યુટી ડીડીઓ એસ.ડી.શાહની સુરેન્દ્રનગર ડેપ્યુટી ડીઈઓ તરીકે તેમજ જામનગરનાં ડેપ્યુટી ડીડીઓ ડી.એચ.કોટકની જામનગરનમાં જ ડેપ્યુટી ડીઈઓ, કચ્છના પ્રાંત ઓફિસર કે.જે.વાઘેલાને બોટાદના ડીઈઓ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
જીઆઈડીસીમાં કૌભાંડ બહાર આવ્યા બાદ 30 અધિકારીઓની બદલી
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવપલોમેન્ટ કોર્પોરેશનનું ભરૂચ જીઆઈડીસીનું કરોડોનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે 30 જેટલા અધિકારીઓની બદલી કરી નાખી છે. જીઆઈડીસીના ત્રણ ડી.સી.એ.ઓ., 6 જી.એ.ઓ. અને 8 રિઝિયોનલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓને ફંગોળી દેવામાં આવ્યા છે. જીઆઈડીસીના જનરલ મેનેજર રૂચિ પટેલ, રાજેશ ભોજક, તપન પાઠક, ભાવિક દાસાણી તથા યોગેશ પરમારની અલગ અલગ વિભાગોમાં બદલી કરવામાં આવી છે. આ સિવાય ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર ચિરાગ માલવીયા, સિનિયર એકાઉન્ટ ઓફિસર જૈમીન દેસાઈ, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર સેતલ પટેલ, એકાઉન્ટ ઓફિસર જનક શાહ, આસી.મેનેજર પલકીન પંડયાની પણ બદલી કરાઈ છે. આ ઉપરાંત રિઝીયોનલ મેનેજર કક્ષાના અશ્ર્વિન ગોસાઈ, પંકજ આચાર્ય, ચિંતન મહેૅતા, વિપુલ રાઠવા, કલ્પેશ પરમાર, હિમાંશુ જોષી, ધર્મેન્દ્ર પાનેલીયા, દર્શન ઠક્કર, રાકેશ પટેલ, વિજય ગઢવી, પ્રાર્થી દવે, દિનેશ પરમાર, રિધીશ શાહ, વિકાસચંદ્ર પટેલ, જગદીશ ખોરાબા, સુરેશ રાણા અને કુલદીપસિંહ સોલંકીની પણ બદલી કરવામાં આવી છે.
