દ્વારકા જિલ્લામાં મુસદ્દા મતદાર યાદીમાં 5,37,647 મતદારો નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમની યાદી જાહેર કરવામા આવી છે. જેના અનુસંધાને ખંભાળિયાની કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમની યાદી જાહેર કરવામા આવી છે. જેના અનુસંધાને ખંભાળિયાની કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2,79,760 પુરુષ તથા 2,57,873 સ્ત્રી અને અન્ય 14 મળીને કુલ 5,37,647 મતદારો છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 1,43,723 પુરુષ તથા 1,33,615 સ્ત્રી અને અન્ય 9 મળીને કુલ 2,77,347 મતદારો છે. જ્યારે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 1,36,037 પુરુષ 1,24,258 સ્ત્રી અને અન્ય 5 મળીને કુલ 2,60,300 મતદારો છે. ઉપરાંત, એસ.આઈ.આર.-2026 કાર્યક્રમ અન્વયે ERO/AERO/BLO જેવા અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરી તેમને તાલીમ આપવામા આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસ.આઈ.આર. અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ તેમજ પરત મેળવી તેને ડિજિટાઇઝ કરવાની કામગીરી બીએલઓ દ્વારા તા. 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. 695 બીએલઓ, 69 બીએલઓ સુપરવાઇઝર દ્વારા જિલ્લામાં સેલ્ફ મેપિંગ 1,95,714 (31.85%), પ્રોજેની મેપિંગ 2,89,038 (47.03 ટકા) અને 52,895 (8.61 ટકા) નો મેપિંગ એમ કુલ 5,37,647 (87.49 ટકા) ડિજિટાઇઝેશન કરવામાં આવેલ છે. એ.એસ.ડી.ની યાદીમાં રહેલા મતદારોની કુલ સંખ્યા 76,907 (12.51 ટકા) જેમાં મૃત્યુ પામેલા મતદારો 23,676 (3.85 ટકા), કાયમી સ્થળાંતર થયેલ મતદારો 38,596 (6.28 ટકા), ગેરહાજર મતદારો 8,520 (1.39 ટકા), અન્ય સ્થળ પર નોંધાયેલા (ડુપ્લીકેટ) મતદારો 3,947 (0.64 ટકા), અન્ય મતદારો 2,168 (0.35 ટકા) છે. આ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુન: નોંધાવા ઇચ્છે તો તે ફોર્મ6 ભરી નોંધાવી શકે છે. ફોર્મની પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી https://devbhumidwarka.nic.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ખંભાળિયા મતવિસ્તારમાં 327 અને નવા 30 મળીને કુલ 357 મતદાન મથકો તથા દ્વારકા મતવિસ્તારમાં, 307 અને નવા 31 મળીને કુલ 338 મતદાન મથકો એમ 634 મતદાન મથકો ઉપરાંત 61 નવા બનેલ મતદાન મથકો મળીને જિલ્લામાં 695 કુલ મતદાન મથકો છે. એસઆઈઆર 2026 કાર્યક્રમની સુચના મુજબ તા. 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદી (ડ્રાફ્ટ રોલ) ની પ્રસિધ્ધિ કરવામા આવી છે.

આ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોરલ રોલમા સમાવેશ ન થયેલ મતદારો તેમના હક્ક-દાવા અને વાંધા અરજીઓ ડ્રાફ્ટ રોલની પ્રસિધ્ધિ બાદ તા. 18 જાન્યુઆરી સુધી રજૂ કરી શકશે. ત્યાર બાદ નોટિસ તબક્કાનો (નોટિસ ઇશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી) તા. 10 ફેબ્રુઆરી 2026 સુધી રહેશે. આ તબક્કામાં જે મતદારોનું 2002 ની મતદારયાદીમાં મેપિંગ થયેલ નથી તેવા મતદારોને ERO/AEROની કક્ષાએથી નોટિસ ઇશ્યુ કરવી, આ નોટીસની સુનાવણી કરવી તથા અન્ય હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામા આવશે. ઉપરાંત, EROs/AEROs દ્વારા તમામ સુનાવણીની નોંધ રાખી સમયાંતરે રાજકીય પક્ષોને તેનાથી અવગત કરાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ, સમાવેશી અને ભૂલરહિત મતદાર યાદી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને મતદાર નોંધણી અધિકારીઓને સહયોગ આપવા અને લોકશાહીની આ પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવવા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *