રક્ષાબંધન નિમિત્તે મફત બસ સેવાનો 51451 બહેનો-મહિલાઓએ લાભ લીધો

મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી.રાજકોટ રાજપથ લિ.દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.9-8ને શનિવારનાં રક્ષાબંધનના પવિત્ર…

મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી.રાજકોટ રાજપથ લિ.દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.9-8ને શનિવારનાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં બીઆરટીએસ બસમાં કુલ 17002 અને સિટી બસમાં કુલ 34449, કુલ 51451 બહેનો/મહિલાઓએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો તેમા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર, સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું. ‘રક્ષાબંધન’ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફકત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી હતી જ્યારે પુરૂષો/ભાઈઓએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લઈને મુસાફરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *