શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹8,883 કરોડથી વધારીને ₹12,847 કરોડ કરવામાં આવી છે એવી જ રીતે શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹3353 કરોડની જોગવાઇ. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ કરાઈ છે.
અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹1950 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹1350 કરોડની જોગવાઇ. સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 જેવી યોજનાઓ સાથે સ્વચ્છ શહેર, સુંદર શહેર યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટીફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹808 કરોડની, શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹545 કરોડની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે ₹253 કરોડની જોગવાઇ કરવામાં અવાી છે.
મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રીંગ રોડ વિકસાવવા માટે ₹200 કરોડની ફાળવણી કરાઈ છે. આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ ધાર્મિક નગરોના વ્યૂહાત્મક માળખાગત વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે ₹180 કરોડની જોગવાઇ.
રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે ₹160 કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹120 કરોડની જોગવાઇ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ માટે ₹100 કરોડની જોગવાઇ. પી.એમ. ઈ-બસ યોજના હેઠળ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹56 કરોડની જોગવાઇ કરાઈ છે.