જોરૂના નામે જમીન-મકાનના દસ્તાવેજથી 5.77 કરોડ બચ્યા !

શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં મહિલાઓના નામે 24000થી વધુ દસ્તાવેજ નોંધાયા રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને મિલકતોમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સરકાર દ્વારા નોંધણી ફીમાં…

શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં મહિલાઓના નામે 24000થી વધુ દસ્તાવેજ નોંધાયા

રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને મિલકતોમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સરકાર દ્વારા નોંધણી ફીમાં વિશેષ રાહત આપવામાં આવે છે. જેના સકારાત્મક પરિણામો વર્ષ 2025ના આંકડાઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લમાં વર્ષ 2025 દરમિયાન કુલ 24,126 જેટલા મિલકત દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે.

5.77 કરોડનો તોતિંગ ફાયદો મહિલાઓના નામે મિલકત ખરીદવા પર મળતી નોંધણી ફી માફી યોજનાનો લાભ હજારો મહિલાઓએ લીધો છે. વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં કુલ 25,632 મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા કુલ રૂૂ. 5,77,16,991 (પાંચ કરોડ સિત્તેર લાખથી વધુ) રકમની નોંધણી ફી માફ કરવામાં આવી છે, જે સીધો મહિલા લાભાર્થીઓને થયેલો ફાયદો દર્શાવે છે.

માર્ચ મહિનામાં સૌથી વધુ નોંધણી આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, નાણાકીય વર્ષના અંતે એટલે કે માર્ચ-2025 માં સૌથી વધુ દસ્તાવેજો નોંધાયા હતા. એકલા માર્ચ મહિનામાં જ 2,732 દસ્તાવેજોમાં 2,926 મહિલાઓને ફી માફીનો લાભ મળ્યો હતો, જેની રકમ રૂૂ. 43,88,223 થાય છે. જ્યારે સૌથી ઓછી નોંધણી ઓક્ટોબર મહિનામાં (1663 દસ્તાવેજો) જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *