શહેર પ્રાંત-1 દ્વારા બે માસમાં અશાંત ધારાની 450 ફાઈલોનો નિકાલ

રાજકોટ શહેરમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આશાનધારાની ફાઈલોનો નિકાલ કરવાની કામગીરીમાં વેગ આવ્યો છે. રાજકોટ શહેર પ્રાંત-1 અધિકારી અતુલસિંઘ દ્વારા માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં…

રાજકોટ શહેરમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આશાનધારાની ફાઈલોનો નિકાલ કરવાની કામગીરીમાં વેગ આવ્યો છે. રાજકોટ શહેર પ્રાંત-1 અધિકારી અતુલસિંઘ દ્વારા માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં આશરે 450 જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, બે મહિના અગાઉ રાજકોટ શહેર પ્રાંત-1 અધિકારી તરીકે અતુલસિંઘની નિમણૂક કરવામાં આવી હતી. હોદ્દો સંભાળ્યા બાદ તેમણે આશાનધારા યોજના હેઠળ વિવિધ વિસ્તારોની પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં માત્ર બે મહિનામાં જ અંદાજે 450 જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આશાનધારાની ફાઈલોનો નિકાલ ન થવાને કારણે અરજદારોમાં મુશ્કેલી જોવા મળી રહી હતી. આ મામલે વકીલો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, નવા પ્રાંત અધિકારીની નિમણૂક બાદ પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
હાલમાં બે મહિનામાં 450 જેટલી ફાઈલોનો નિકાલ થતાં આશાનધારા હેઠળ લાભ મેળવવા ઇચ્છુક અરજદારોને રાહત મળી છે. બાકી રહેલી કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *