બાકીનું કામ ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને મ્યુનિ. કમિશનરની સુચના
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂૂ.74.32 કરોડના ખર્ચે એજન્સી ખત. ચેતન ક્ધસ્ટ્રકશન કંપનીને તા.14-03-2025થી સોંપવામાં આવેલ છે. આ કામગીરીની સમયમર્યાદા બે વર્ષ છે. આ કામે અંદાજિત એક વર્ષમાં 45% ફીઝીકલ પ્રોગ્રેસ તથા 36% ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થયેલ છે.
જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્લાયઓવર બ્રિજના કામમાં કુલ-20 પૈકી 18 ફૂટીંગનું આર.સી.સી. કામ, કુલ-40 પૈકી 30 પિયરનું આર.સી.સી. કામ, કુલ-20 પૈકી 12 પિયર કેપ તથા કુલ-120 પૈકી 101 ગડરનું આર.સી.સી. કામ પૂર્ણ થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીઓની રીવ્યુ મીટિંગમાં આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
