કચ્છના નાના રણમાં 40,000 વિદેશી પક્ષીઓનું આગમન

કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો વધતા વિદેશી પક્ષીઓનું આગમન શરૂૂ થયું છે. આ વર્ષે શિયાળો બરાબર જામતા રણના વેટલાઇન અને ટૂંડી તળાવમાં એકસાથે 40,000થી વધુ…

કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો વધતા વિદેશી પક્ષીઓનું આગમન શરૂૂ થયું છે. આ વર્ષે શિયાળો બરાબર જામતા રણના વેટલાઇન અને ટૂંડી તળાવમાં એકસાથે 40,000થી વધુ પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન જેવા વિવિધ પ્રકારના પક્ષીઓએ રણમાં પડાવ નાખ્યો છે. આ પક્ષીઓ યુરોપ જેવા દેશોમાંથી આવે છે, જ્યાં શિયાળામાં ભારે બરફવર્ષા થતી હોવાથી તેઓ ગરમ વાતાવરણની શોધમાં અહીં સ્થળાંતર કરે છે. આ વિદેશી મહેમાનો લગભગ ચાર મહિના સુધી આ વિસ્તારમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *