જામનગર મુખ્ય માર્ગો પરથી 40 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી…

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. જેમાં શરૂૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી સર્કલ, લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતાં 40 થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતા. અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુબેશ યથાવત રાખવામાં આવશે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે ઝુંબેશ ગઈકાલે મંગળવારે પણ યથાવત રાખવામાં આવી હતી.જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતા. આ ઝુબેશ અંતર્ગત માર્ગો પર અડચણ રૂૂપ 40 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. શહેરના માર્ગો પર સુચારૂૂ રીતે આવાગમન થઈ શકે માટે જુદા જુદા વિસ્તારોમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ. મનપાની આ ખાસ ઝુંબેશના પગલે સંબંધિત વિસ્તારોમાં માર્ગો મહંદઅંશે ચોખ્ખા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *