ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં આજે સવારે છ વાગયા સુધીમા સુત્રાપાડામાં 85 મીમી 4 ઇંચ, વેરાવળમાં 58 મી.મી 2.5 ઇચ, કોડિનારમાં 59 મીમી 2.5 ઇચ, ગીર ગઢડામાં 32 મીમી 1.5 ઇચ, તાલાલામાં 35 મીમી 1.5 ઇચ અને ઉનામાં 74 મીમી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આજે સવારે છ થી આઠ વાગયા સુધીમા સુત્રાપાડામાં 46 મીમી 2 ઇંચ, વેરાવળમાં 20 મી.મી 1 ઇચ, કોડિનારમાં 30 મીમી 1.5 ઇચ, ગીરગઢડામાં 46 મીમી 2 ઇચ, તાલાલામાં 76 મીમી 3 ઇચ અને ઉનામાં 29 મીમી 1.25 ઇચ વરસાદ નોધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 23 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 34.8 ઇંચ અને સૌથી ઓછો ગીર ગઢડા તાલુકામાં 18.64 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમ ની સંભાવના છે. વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયાં છે. આ સાથે જ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હીરણ ડેમ 2 ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપી છે, અને ડેમ ના 7 દરવાજા 1.53 મીટર ખુલેલ હોવાનુ જાણવા મળેલ છે.
દેવકા નદીમાં પુર
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે મેઘરાજાની ધુવાધાર બેટિંગ કડાકા ભડાકા સાથે વીજળી ચમકારા ભર્યા પવનની ઝાપટો અને ધોધમારી સાથે પ્રભાસથી ધરતીને ભીંજવી દીધી હતી ગ્રામ્ય વિસ્તાર તાતીવેલા અને અન્ય ગામોમાંથી પસાર થતી દેવકા નદી ઘોડાપુર જેમ વહી બે કાંઠા છલકાવી વેરાવળના દરિયામાં સંગમ થયો હતો ગઈ સાંજ સુધીમાં 144 મીલીમીટર વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ 599 મીલીમીટર થવા જાય છે એટલે કે મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થવા જાય છે.
